ભરૂચની પટેલ વેલફેર હૉસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું - ગુજરાતમાં કોવિડ સેન્ટર
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ શહેરની પટેલ વેલફેર હૉસ્પિટલમાં કોરોના કેર સેન્ટર શરૂ કરાયું છે. આ હૉસ્પિટલમાં 64 બેડ અને 10 વેન્ટીલેટરની સુવિધા ઉભી કરવામાં આવી છે. ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ બેકાબૂ બન્યું છે અને દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા ભરૂચ શહેરમાં આવેલી પટેલ વેલફેર હૉસ્પિટલને કોરોનાના દર્દીઓની સારવાર માટે મંજૂરી આપવામાં આવી હતી. જેના ભાગરૂપે પટેલ વેલફેર હૉસ્પિટલ ખાતે આજે સોમવારે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. પટેલ વેલફેર હૉસ્પિટલમાં રૂપિયા 65 લાખના ખર્ચે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ભરૂચમાં સ્પેશ્યલ કોવિડ મોદી હૉસ્પિટલ ઉપરાંત સિવિલ હોસ્પિટલ, જંબુસરની અલ મહેમુદ હોસ્પિટલ અને હવે પટેલ વેલફેર હૉસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે.