કરજણ વિધાનસભાની બેઠક પર મંગળવારે મતગણતરી હાથ ધરાશે - વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર મતગણતરી
🎬 Watch Now: Feature Video
કરજણ: ગુજરાતની ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકો પર 3 નવેમ્બરના રોજ મતદાન કરવામાં આવ્યું હતું. મંગળવારે 10 તારીખે વડોદરા શહેરની પોલિટેકનિક કોલેજ ખાતે વડોદરા જિલ્લાના કરજણની બેઠક માટે મતગણતરી હાથ ધરવામાં આવશે. આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સવારે 8:00 કલાકે મતગણતરી શરુ કરવામાં આવશે. મતગણતરી કોરોના ગાઈડલાઈન મુજબ કરવામાં આવશે. આ બેઠક પર ભાજપના અક્ષય પટેલ અને કોંગ્રેસના કિરીટ સિંહ જાડેજા આમને સામને છે.