રાજકોટમાં કોરોનાનો પોઝિટિવ કેસ આવ્યો સામે, તંત્રમાં દોડધામ - Two positive cores of corona in the state of Gujarat
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6471656-237-6471656-1584631984216.jpg)
રાજકોટઃ ગુજરાત રાજ્યમાં કોરોનાના બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં ખાસ કરીને રાજકોટના એક યુવાનનો પોઝિટિવ કેસ જોવા મળ્યો છે. આ યુવાન તાજેતરમાં જ પોતાના પરિજનો સાથે મક્કા મદીનાથી પરત આવ્યો હતો અને તેને કોરોનાના લક્ષણ જણાતા આ યુવાનને રાજકોટના આઇસોલેશન વિભાગમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેનો રિપોર્ટ જામનગર ખાતે મોકલવામાં આવ્યો હતો પરંતુ જામનગરમાં પણ રિપોર્ટ શંકાસ્પદ આવતા આખરે યુવાનના રિપોર્ટને પુના ખાતે મોકલવામાં આવ્યો હતો. ત્યારે ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા રાજકોટના યુવાનને કોરોનાનો કેસ પોઝિટિવ હોવાની જાહેરાત સોશિયલ મીડિયા મારફતે કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મનપા તંત્રએ અગાઉથી જ તકેદારીના ભાગરૂપે યુવાનના પરિવારજનો અને અંગત મળી કુલ 17લોકોને કવોરેન્ટાઇન કરી પથિકાશ્રમ ખાતે ખસેડી દીધા હતા. આ સાથે જ શહેરમાં કલમ144 પણ લાગુ કરવામાં આવી છે.