કચ્છ: કચ્છના પૂર્વ પોલીસવડાને સાંકળતા કેસમાં ચાર દાયકા બાદ ચુકાદો આવ્યો છે. કચ્છના તત્કાલીન એસપી કુલદીપ શર્માને સાંકળતા આ કેસમાં 2 લોકો ને 3 મહિનાની સજા ફટકારવામાં આવી છે અને 1000 - 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વર્ષે 1984 માં કુલદીપ શર્મા ગીરીશ વસાવડાને સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ભુજ કોર્ટે 3 માસની સજા ફટકારી છે.
પરિવારજનોએ ચુકાદાને આવકાર્યો: આ કિસ્સામાં ઈભલા શેઠને એસપી ઓફિસમાં માર મારી અપમાનિત કરવાનો ચર્ચાસ્પદ કેશ સામે આવ્યો હતો, જેમાં કચ્છના તત્કાલીન પોલીસવડા કુલદીપ શર્મા તેમજ અન્ય ત્રણ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાય હતી. જે બાદ 41 વર્ષની લાંબી લડત બાદ ભુજ કોર્ટે ચુકાદો આપ્યો છે. વર્ષ 2020માં ફરિયાદી ઇબ્રાહિમ ઉર્ફે ઈભલા શેઠ મૃત્યુ પામ્યા છે. આજે ચુકાદો આવતા પરિવારજનોએ ચુકાદાને આવકાર્યો હતો અને કોર્ટેમાં મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડી ચુકાદાને આવકાર્યો હતો.
કોંગ્રેસના રાજકીય અગ્રણીને માર મરાયો હતો: કોંગ્રેસના રાજકીય અગ્રણી મંધરા અબ્દુલ્લા હાજી ઇબ્રાહિમને જે તે વખતે જીલ્લાના પોલીસ વડાની કચેરીમાં એસપીને મળવા ગયા હતા તે વખતે અપમાન કરી અપ-શબ્દ બોલી અને સાથી અધિકારીને બોલાવી અને માર મારવા બદલ જે તે વખતના કચ્છના એસ.પી કુલદિપ શર્મા તથા અન્ય સામે 41માં વર્ષે સુનવણી પુરી થઈ અને કોર્ટે કેશ જજમેન્ટ આપ્યો છે.
આ કેસની વિગતવાર વાત કરવામાં આવે તો કોંગ્રેસના રાજકિય અગ્રણી અને અબડાસાના મુસ્લીમ સમાજના મોવડી ઇભલા શેઠ જે તે વખતના ધારાસભ્ય ખરાશંકર જોષી, માંડવીના ધારાસભ્ય જયકુમાર સંઘવી, ગાભુભા જાડેજા અને શંકર ગોવિંદજી જોષી સહિતના અન્ય રાજકીય અગ્રણી સાથે નલીયામાં નોધાયેલા એક ગુનામાં પોલીસ દ્વારા પુછપરછના બહાના હેઠળ હેરાનગતી ન કરવામાં આવે તે માટે રાજકીય તેમજ સમાજીક આગેવાનો સાથે જે તે વખતના કચ્છના એસ.પી કુલદિપ શર્માને 6 મે 1984ના રોજ મળવા માટે તેમની કચેરીએ ગયા હતા.
ઓળખાણ આપ્યા બાદ પોલીસવડા ઉશ્કેરાયા: જે તે વખતે સ્થાનિક રાજકીય અગ્રણીઓ સાથે ઇબ્રાહિમ મંધરા પોલીસવડા કુલદિપ શર્માને ચેમ્બરમાં મળેલા અને રજુઆત કરી હતી, ત્યાર બાદ પોલીસવડાએ રજૂઆત માટે આવેલા તમામ વ્યક્તિઓની ઓળખાણ અંગે પુછતા બધાએ વારા ફરતી પોતાની ઓળખાણો આપી હતી. જયારે ઇભલા શેઠએ પોતાની ઓળખાણ આપેલ તે વખતે જણાવેલ કે ઇબ્રાહિમ મંધરા અબડાસાથી તો કુલદિપ શર્માએ જણાવ્યું હતું કે, તમે ઇભલા શેઠ છો ત્યારે ઇબ્રાહિમ મધંરાએ જણાવ્યું હતું કે, હું શેઠ નથી પણ લોકો મને શેઠ કહે છે.
અગ્રણીને પોલીસ અધિકારીઓએ માર માર્યો: પ્રારંભિક વાતચીત પુરી થયા બાદ કુલદિપ શર્મા એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને ઇબ્રાહિમ મધંરા ઉર્ફે ઇભલા શેઠનો અપમાન કરી અપ-શબ્દ બોલી અને સાથી અધિકારીઓને બોલાવી માર માર્યો હતો અને આ બાબતે જે તે વખતે ઇભલા શેઠને લાગેલો હોઈ તેમની સાથે ડેલીગેશનમાં આવેલા શંકર ગોવિંદજી જોષીએ કચ્છના ખ્યાત નામ એડવોકેટ એમ.બી.સરદારને રોકી અને 8 મે 1984ના ભુજની ચીફ જયુડિશિયલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.
આરોપી કુલદિપ શર્મા તથા અન્ય આરોપીઓ માટે જે વખતે સરકારી વકીલ બચાવ કરતા ખ્યાત નામ એડવોકેટ એમ.બી.સરદારે એવી રજુઆત તેમજ કાયદાના આધારો સાથે કોર્ટમાં દલીલ કરેલ કે સરકારી વકીલનો કામ ફરિયાદ પક્ષનો કેશ પુરવાર કરવાનો છે નહિ કે આરોપીનો બચાવ કરવાનો પછી આરોપી ભલેને જિલ્લાના પોલીસ વડા હોય જયારે તે આરોપી તરીકે આવે છે ત્યારે તે એક આરોપી જ છે અને દરેક આરોપીની જેમ તેણે પોતાનો બચાવ જાતે અથવા પોતાના એડવોકેટ મારફતે કરવો જોઇએ.
ફરિયાદીના વકીલ એમ.બી.સરદારની દલીલો તથા તેમણે રજુ કરેલ કાયદાના આધારો સાથે કોર્ટ સહમત થયેલ અને સરકારી વકીલ આરોપીનો બચાવ કરી શકતા નથી તેવું ઠરાવેલ અને જે તે વખતે હુકમ કરેલ કે આરોપી જાતે અથવા તેમના વકીલ મારફતે કોર્ટમાં હાજર રહે જેથી આરોપી કુલદિપ શર્મા સહિત અન્ય આરોપીઓએ પ્રાઇવેટ વકીલ રાખેલ અને પોતાનો બચાવ કરેલ અને રજુઆતો કરેલ ત્યારબાદ આરોપીઓએ ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ, સેસન્સ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એમ.બી.સરદાર જાતે ફરિયાદી વતી હાજર રહી દલીલો કરી હતી.
વર્ષ 2012માં ફરીથી આરોપીઓએ ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ, સેસન્સ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં અરજીઓ કરેલ ત્યારે ખ્યાતનામ એડવોકેટ એમ.બી.સરદાર સાથે ફરિયાદીના સહાયક એડવોકેટ તરીકે એડવોકેટ આર.એસ.ગઢવી હાજર થયેલ અને 2012 થી એમ.બી.સરદારના સહાયક તરીકે તમામ કોર્ટમાં હાજર રહ્યા હતા. વર્ષ 2020 માં કચ્છના ખ્યાતનામ એડવોકેટ એમ.બી.સરદારનું અવસાન થતા આ કેશમાં ફરિયાદીના મુખ્ય એડવોકેટ તરીકે આર.એસ.ગઢવી રહ્યા હતા અને ત્યારબાદ આરોપીઓ સામે તમામ જગ્યાએ હાજર થઇ કોર્ટેમાં કેસ લડ્યા હતા.
40 વર્ષ બાદ જજમેન્ટ આવ્યું: હાલમાં નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઝડપી સુનવણી કરવાની હોઈ અગાઉ આ કેસમાં ચાર આરોપી હતા, જે પૈકી બી.એન.ચૌહાણ તથા અન્ય આરોપી પી.એસ.બીશનોઈ ચાલુ પ્રોસિડિંગ દરમ્યાન મુત્યુ થયું હતું. જયારે અન્ય બે આરોપી કુલદિપ શર્મા તથા ગીરીસ વસાવડા સામે આ કેસ એડિશનલ ચીફ કોર્ટમાં ચાર્જ ફ્રેમ કરેલ અને ફરિયાદ પક્ષનો પુરાવો નોંધાયા બાદ આ કેશ આરોપીના સ્ટેટમેન્ટ બાદ 28 જાન્યુઆરી 2025ના રોજ આખરી સુનવણી પુરી થઇ અને કેસ 40 વર્ષ બાદ જજમેન્ટ ઉપર આવ્યું હતું.
કોણ રહ્યા સાક્ષી તરીકે હાજર: આ કેસમાં ઇભલા શેઠના પક્ષ તથા મુળ ફરિયાદી વતી હાજર રહી સિનિયર વકીલ આર.એસ. ગઢવીએ દલીલ કરેલ, જયારે આરોપી કુલદિપ શર્મા વતી સિનિયર ધારાશાસ્ત્રી બી.એમ.ધોળકિયા તથા અન્ય આરોપી ગીરીશ વસાવડા વતી સિનિયર ધારાશાસ્ત્રી ડી.વી.ગઢવીએ દલીલો કરી હતી. કેસમાં સાક્ષી તરીકે ડોક્ટર, ફોટોગ્રાફર અને શંકર ગોવિંદજી જોષી રહ્યાં હતા.
આ પણ વાંચો: