સુરત: સુરતની ફાઉન્ટન હેડ સ્કૂલમાં ફેરવેલ પાર્ટીમાં વિદ્યાર્થીઓનો તોફાની રોડ શો,30 લક્ઝરી કાર સાથે સ્ટંટબાજી અને રૂફટોપમાંથી નીકળી ટ્રાફિકને અડચણરૂપ બનવાનો વીડિયો વાયરલ થયા પછી પોલીસે તપાસ શરૂ કરી હતી.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુંકણી ગામની ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓની ફેરવેલ પાર્ટી દરમિયાન અસામાન્ય દૃશ્ય જોવા મળ્યું. વિદ્યાર્થીઓ રેન્જ રૉવર, પોર્સે, મર્સિડિઝ, મસેરાતી, ઑડી અને બીએમડબ્લ્યુ સહિત 30 જેટલી લક્ઝરી કાર લઈને પહોંચ્યા અને જોખમી સ્ટંટ કર્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
રાંદેરના ડી માર્ટથી શરૂ થયેલો આ રોડ શૉ ઓલપાડના દાંડી રોડ સ્થિત સ્કૂલ સુધી પહોંચ્યો હતો. જ્યાં સુધી વિદ્યાર્થીઓએ કારના રૂફટોપમાંથી બહાર નીકળીને સ્ટંટબાજી કરી હતી. આ દરમિયાન રસ્તા પરના અન્ય વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
![સ્કૂલના બાળકો લઈને નીકળ્યા 30 લક્ઝૂરિયસ કાર્સનો કાફલો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/gj-surat-rural01-car-gj10065_10022025132756_1002f_1739174276_940.jpg)
ઘટના અંગે સુરત ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે. ડી.સી.પી. અમીતા વાનાણીએ જણાવ્યું કે, તમામ કાર નંબર મંગાવવામાં આવ્યા છે અને મોટર વાહન અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે આ કાર્યક્રમ માટે કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હતી.
![સ્કૂલના બાળકો લઈને નીકળ્યા 30 લક્ઝૂરિયસ કાર્સનો કાફલો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/gj-surat-rural01-car-gj10065_10022025132756_1002f_1739174276_675.jpg)
સ્કૂલ પ્રશાસને પણ આ ઘટનાથી પોતાને અલગ કર્યા છે. સ્કૂલના એડમિન હેડે સ્પષ્ટ કર્યું કે, તેમણે વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બસની વ્યવસ્થા કરી હતી, પરંતુ વાલીઓ અને વિદ્યાર્થીઓએ મનસ્વી રીતે લક્ઝરી કાર લાવી હતી. સ્કૂલે કોઈપણ કારને કેમ્પસમાં પ્રવેશવાની મંજૂરી આપી ન હતી.
![સ્કૂલના બાળકો લઈને નીકળ્યા 30 લક્ઝૂરિયસ કાર્સનો કાફલો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/gj-surat-rural01-car-gj10065_10022025132756_1002f_1739174276_155.jpg)
"વાહ ક્યા ટેસ્ટ હૈ" માત્ર સોડમના સથવારે નેત્રહીન બહેનોએ બનાવ્યા અવનવા પકવાન
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માત, દંપતીનું ઘટનાસ્થળે મોત