કોરોના વાઈરસઃ રાજકોટ સહિત ભારતના અનેક વિદ્યાર્થીઓ પોલેન્ડમાં ફસાયા... વીડિયો વાયરલ - Rajkot latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6471214-thumbnail-3x2-lkaj.jpg)
રાજકોટઃ હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે, મોટાભાગના દેશ દ્વારા અન્ય દેશોની યાત્રા કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેને લીધે ભારત સહિત વિવિધ દેશોના લોકો અન્ય દેશોમાં ફસાયા છે. રાજકોટના કેટલાંક વિદ્યાર્થીઓ પોલેન્ડની એપોલો યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે ગયા છે, પરંતુ કોરોના વાઇરસના કારણે તેઓ પોલેન્ડમાં ફસાયા છે. આ વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો વાઈરલ કરીને ભારત સરકાર અને વડાપ્રધાન મોદી પાસે પરત સ્વદેશ લાવવાની વ્યવસ્થા માટેની મદદ માગી રહ્યા છે.