હોળી અને ડાકોર પદયાત્રા પર કોરોના વાયરસનું ગ્રહણ - ડારોર ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
ખેડાઃ યાત્રાધામ ડાકોરમાં હોળીના તહેવારનો અનોખો મહિમા જોવા મળે છે. શ્રી નાથજીની વિશેષ પૂજાથી લઈ તેમની યાત્રા સહિતની ખાસ તૈયારીઓ હોળી નિમિત્તે કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસના ફેલતા કહેરના કારણે તંત્રએ લોકોને ભીડવાળી જગ્યાએથી દૂર રહેવા જણાવ્યું છે. સાથે જ હાથ મિલાવીને અભિવાદન કરવાનું ટાળીને નમસ્તે કરવા સૂચન કર્યુ છે. તો બીજી તરફ તંત્રએ લોકોસુરક્ષાને ધ્યાનમાં રાખીને ડાકોરમાં યોજાનારી હોળી ધૂળેટીની ઉજવણી રદ કરી છે. ત્યારે નગરજનોએ કહ્યું હતું કે, "તેમને ડાકોરના ઠાકોરમાં અતૂટવિશ્વાસ રાખીને કહ્યું હતું કે, અમને પ્રભુ પર ભરોસો છે. તે કોઈનું ખોટું નહીં દે."