મહીસાગરમાં કોરોનાના વધુ 13 કેસ નોંધાયા, 2ના મોત - ગુજરાત કોરોના અપડેટ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 20, 2020, 10:45 PM IST

મહીસાગર: જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. આજે સોમવારે જિલ્લામાં વધુ 13 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. નવા 13 કેસમાંથી લુણાવાડામાં 7, બાલાસિનોરમાં 3, ખાનપુરમાં 1 અને સંતરામપુરમાં 2 નવાં કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 263 પર પહોંચી છે. કોરોનાથી આજે 2 દર્દીઓના મોત થયાં છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે 16 મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત 39 દર્દીઓ બાલાસિનોરની (કોવિડ-19) કે.એસ.પી. હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તો અન્ય 31 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.