ખેડામાં વધુ 20 કેસ કોરોના પોઝિટિવ, કપડવંજમાં એક જ દિવસમાં 6 કેસ નોંધાયા - ખેડા જિલ્લામાં કોરોનાના કેસ
🎬 Watch Now: Feature Video
ખેડાઃ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. આજે શનિવારે જિલ્લામાં નવા 20 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાં કપડવંજમાં સૌથી વધુ 6 કેસ સામે આવ્યા છે. કોરોનાના વધતા સંક્રમણને લઈ નડિયાદમાં આવેલી બન્ને શાક માર્કેટ આજથી બંધ કરવામાં આવી છે. તેમજ શહેરમાં બજારોનો સમય બપોરે 4 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા પ્રથમ વખત કપડવંજ શહેરમાં પાનના ગલ્લા અને ચા નાસ્તાની દુકાનો બંધ કરાવવામાં આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 225 થઇ છે.