અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસ ઘટતા બે કોવિડ કેર સેન્ટર બંધ કરાયા - Covid Care Center
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7852946-739-7852946-1593618658635.jpg)
અમદાવાદઃ અમદાવાદમાં નવા કેસ અને મૃત્યુઆંકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. શહેરમાં કોરોનાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી હતી. શરૂઆતમાં કોરોનાના કેસો વધતા બેડ પણ ખૂટતા હતા. જે કારણે પગલે એચ એલ ત્રિવેદી કિડની ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં કોરોનાની સારવાર ચાલુ કરાઈ હતી, પરંતુ હાલ તંત્રના દાવા મુજબ કોરોનાના કેસો અમદાવાદમાં ઘટ્યા છે. જેના પગલે આ બે કોવિડ કેર સેન્ટર બંધ કરવામાં આવ્યા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 270 દર્દીઓ જ સારવાર હેઠળ છે.