ઝાલોદ બસ ડેપો પર કોરોના માર્ગદર્શક બેઠક યોજાઇ - ઝાલોદ બસ ડેપો પર કોરોના માર્ગદર્શક બેઠક યોજાઇ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6476043-thumbnail-3x2-bus.jpg)
દાહોદઃ જિલ્લાના ઝાલોદમાં આવેલા બસ સ્ટેન્ડ પર દશામા વિદ્યા મંદિરના ટ્રસ્ટી અને ભારતીય જનતા ઝાલોદ તાલુકાના પ્રમુખ મુકેશ ડામોર અને ઝાલોદ ડેપોના મેનેજર વસૈયા દ્વારા કોરોના વાઇરસ મુક્ત અભિયાનમાં ઉપસ્થિત કર્મચારીઓને નોવેલ કોરોના વાઇરસ સંદર્ભે સાવચેતી રાખવા માટે માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત 300 જેટલા કર્મચારીઓને માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. કર્મચારીઓને માર્ગદર્શન રૂપે દૈનિક ધોરણે નિયમિત સાબુ, હેન્ડવોશ દ્વારા પાણીથી હાથ ધોવા, ઉધરસ અને છીંક ખાતી વખતે મોં અને નાક રૂમાલથી ઢાંકવા, વ્યક્તિગત સંપર્ક ટાળવા હેન્ડ શેક નહીં, પરંતુ નમસ્તે મુદ્રામાં અભિવાદન કરવા માહિતી આપવામાં આવી હતી.