ધારાસભ્ય છોટુ વસાવાએ અપલોડ કરી વિવાદિત પોસ્ટ - MLA Chhotu Vasana
🎬 Watch Now: Feature Video
ભરૂચ : દેશભરમાં કોરોના વાઈરસને લઇને લોકડાઉન છે અને દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વચ્ચે ઝઘડિયાના BTPના ધારાસભ્ય છોટુ વસાવાએ સોશિયલ મીડિયા પર વિવાદીત ટીપ્પણી કરી છે. જેમાં છોટુ વસાવાએ લખ્યું છે કે, કોરોનાની મહામારીના સમયમાં લોકડાઉનનું પાલન ન કરે તો સરકારે શૂટ એટ સાઇટનો ઓર્ડર કરવો જોઇએ. જેનાથી વિવાદ ઉભો થયો હતો.