મોરબીની એલ.ઈ.કોલેજ ખાતે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો - morbi news
🎬 Watch Now: Feature Video
મોરબી : ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા એલ.ઈ.કોલેજ ખાતે રાજયકક્ષાના ગ્રાહક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને ઓનલાઈન ખરીદી, જાહેરાત અને ફૂડ બાબતે કેન્દ્રના અધિકારી ડો. સુરેશ મિશ્રા અને ડો. મમતા પઠાણીયા ઉપસ્થિત રહીને એન્જીનિયરીંગના વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.આ માર્ગદર્શન સેમિનારના ઉદ્ધાટન સમયે જીલ્લા કલેકટર જે.બી. પટેલ, પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.