વલસાડ કોંગ્રેસે જન વેદના રેલી યોજી અધિક કલેકટરને સોંપ્યું આવેદનપત્ર
🎬 Watch Now: Feature Video
વલસાડઃ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જન વેદના આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ દ્વારા રેલી યોજી અધિક કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. પાક વીમો, ખેડૂતોના પ્રશ્નો અને બેરોજગારી જેવા પ્રશ્નોને લઈને વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જન વેદના આંદોલન કરવામાં આવ્યું હતું. ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કરતા આ રેલી વલસાડ કોંગ્રેસ કાર્યાલયથી નીકળી વલસાડના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી અધિક કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં ખેડૂતોને વળતર, માછીમારોને નુકશાની વળતર, સરકાર દ્વારા આર્થિક મંદીના આ દોરમાં પ્રજાહિતમાં નિર્ણયો લેવામાં આવે અને યુવાનોને રોજગારીની માગ કરવામાં આવી છે.