અમદાવાદ: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જે રીતે ભારત જોડો યાત્રા થકી દેશમાં પ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો તેજ રીતે હવે ગુજરાત કોંગ્રેસ પણ હવે રાજ્યમાં સત્ય, પ્રેમ અને કરૂણાનો સંદેશ આપવા માટે ગુજરાતના ગામડે-ગામડે જવાની યોજના બનાવી છે.
જેના માટે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તલગાજરડામાં કથાકાર મોરારિ બાપુ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસના નેતા સોનલબેન પટેલ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, પ્રદીપ દવે, પંકજ ચાંપાનેરી, બકાભાઈ અને શ્રુતિબેન ચતુર્વેદી જેવા નેતાઓ પણ સાથે આવ્યા હતાં.
શક્તિસિંહ ગોહિલ કરશે નેતૃત્વ
રાહુલ ગાંધી મહોબ્બતની દુકાનની વાત કરે છે. આજે દેશનું હિત લોકો વચ્ચે ભેદભાવ ઉભો થાય અને ભારતીયો જ જો અંદરોઅંદર લડશે તો દેશ નબળો પડશે. દળની ઉપર દેશનું હિત, રાષ્ટ્રનું હિત ત્યારે જ થાય જ્યારે ભારતીય એક રહે. જાતિના નામે, ભાષાના નામે, પ્રાંતના નામે, ધર્મના નામે, વિભાજીત કરીને ભાગલા પાડોને રાજ કરો એ અંગ્રેજોની નીતિએ દેશને નબળો પાડ્યો છે. ત્યારે આ દેશને અખંડિત રાખવા માટે સત્ય, પ્રેમ અને કરૂણા અને તેની જ્યોત લઈને આ શબ્દોની મશાલ લઈને ગુજરાતના ગામે ગામ એકતાનો અને પ્રેમનો સંદેશ આપવો છે, અને આ પ્રયાસ માટે કથાકાર મોરારિ બાપુના આશીર્વાદ લેવા માટે તેમની સાથે મુલાકાત કરી- શક્તિસિંહ ગોહિલ, સાંસદ અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ
આજે પરમ પૂજ્ય શ્રી મોરારીબાપુના આશીર્વાદ સાથે તેમના હસ્તે સત્ય, પ્રેમ અને કરૂણાની મશાલ જલાવીને આ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવી. અમારા કોંગ્રેસપક્ષના આગેવાનો શ્રીમતી સોનલબેન પટેલ, શ્રી ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, શ્રી પ્રદીપભાઈ દવે, શ્રી પંકજભાઈ ચાંપાનેરી અને શ્રુતિબેન ચતુર્વેદીએ… pic.twitter.com/opfL926EeG
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) November 1, 2024
મોરારિ બાપુનો સંદેશ અને સંકલ્પ
હું સત્ય, પ્રેમ અને કરૂણાના સહારે આખી દુનિયામાં એકલો ફરૂ છું. મારૂં કોઈ સાથે જેમ કે, કોઈ ગ્રુપ, મંડળ કે રાજકીય પાર્ટી સાથે જોડાણ નથી. મારી વ્યાસ પીઠ ઉપર કોઈ પણ આવી શકે છે. હું કોઈને સુધારવા નીકળ્યો નથી બધાનો સ્વીકાર કરવા નીકળ્યો છું, અને તેથી સત્ય પ્રેમ અને કરૂણા આ તલગાજરડી સુત્રો છે જે મારા જીવનનો નિચોડ છે અને હું જીવવના એક સાધુ તરીકે હું ભરચક પ્રયાસ કરૂં છું. આ સુત્રોને મે પેટર્ન નથી કરાવ્યા કે મારા સિવાય તેનો કોઈ ઉપયોગ ન કરી શકે કોઈપણ તેનો ઉપયોગ કરી શકે છે. સત્ય બધાનું છે પ્રેમ બધા માટે છે અને કરૂણા પણ બધા માટે છે. આ તકે મોરારિ બાપુએ લોકોને 'સત્યા મારા માટે હોય, પ્રેમ એક-બીજા માટે હોય અને કરૂણા આખા જગત માટે હોય' એવો સંકલ્પ પણ લેવડાવ્યો હતો. - મોરારિ બાપુ, કથાકાર