ETV Bharat / state

રાજસ્થાનથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પર્દાફાશ, અમદાવાદ આવતી બસમાં 58 લાખનું MD ડ્રગ્સ મળ્યું

અમીરગઢથી ગુજરાત તરફ આવતી બસની તપાસ દરમિયાન એક મુસાફર પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું. - MD Drugs in Gujarat

પોલીસે પકડ્યું ડ્રગ્સ
પોલીસે પકડ્યું ડ્રગ્સ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

બનાસકાંઠા: બનાસકાંઠાની અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બસમાં બેઠેલા રાજસ્થાનના મુસાફર પાસેથી 584 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી અને તેની અટકાયત કરી લીધી છે. આ ડ્રગ્સની કિંમત 58 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે.

જોધપુરથી અમદાવાદ જતી બસમાં અમીરગઢ પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતુ તે દરમિયાન બસમાં બેઠેલા એક શંકાસ્પદ જણાતા શખ્સની તલાસી લેવામાં આવી હતી ત્યારે તેના ખિસ્સામાંથી 584 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવતા તેની અટકાયત કરવામાં આવી છે.

પોલીસે પકડ્યું ડ્રગ્સ (Etv Bharat Gujarat)

584 ગ્રામ જેટલા એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા શખ્સ રાજસ્થાનના ચિત્તોડગઢનો રહેવાસી છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ડ્રગ્સ અમદાવાદ લઈ જવામાં આવતું હતું પરંતુ અમીરગઢ પોલીસની વાહન ચેકિંગ દરમિયાન ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે.

રાજસ્થાનને જોડતી અમીરગઢ ચેકપોસ્ટ અતિ સંવેદનશીલ ચેકપોસ્ટ ગણવામાં આવે છે. રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં નશાયુક્ત પદાર્થ ઘુસાડવા માટે અવનવા કિમીયા અજમાવતા નેટવર્કનો પર્દાફાશ કરવા અહીંયા પોલીસ પણ સતર્ક રહેતી હોય છે ત્યારે વધુ એક શખ્સને ગુજરાતમાં એમડી ડ્રગ્સ ઘુસાડે તે પહેલાં જ ઝડપી લઈ કાર્યવાહી કરવામાં આવી છે.

અમીરગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.કે. પરમારે જણાવ્યું કે, પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બસમાં બેઠેલ મુસાફર પાસેથી 584 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી લીધું છે. જેની અંદાજિત કિંમત 58 લાખથી થાય છે. હાલમાં આ યુવકની અમીરગઢ પોલીસ દ્વારા NDPS ગુના હેઠળ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  1. ISRO એ ચંદ્ર અને મંગળ પર જીવન શોધવા માટે લેહમાં ભારતનું પ્રથમ એનાલોગ સ્પેસ મિશન લોન્ચ કર્યું
  2. નવા વર્ષની શુભકામનાઓઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ રીતે ઉજવશે નવું વર્ષ, અમિત શાહ, ગવર્નર અને શુભેચ્છકોને મળશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.