રાજકોટમાં ફરજિયાત હેલ્મેટના કાયદાનો કોંગ્રેસ દ્વારા તપેલા પહેરી વિરોધ - કોંગ્રેસ દ્વારા તપેલા પહેરી વિરોધ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ટ્રાફિકનાં નવા નિયમનાં વિરોધમાં મહિલા કોંગ્રેસ દ્વારા RTO કચેરી ખાતે અનોખો વિરોધ કરવામા આવ્યો હતો. મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિત મહિલાઓએ RTO કચેરીમાં હેલ્મેટના બદલે તપેલા પહેરી વિરોધ કર્યો હતો. માથા પર તપેલી તેમજ સુંડો પહેરી હેલ્મેટના કાયદાનો વિરોધ કરી આવેદન આપ્યુ હતું. જેને લઈ પોલીસે 8 મહિલા કાર્યકર્તાની અટકાયત કરી હતી. ટ્રાફિકનાં નવા નિયમોનો લોકો વિરોધ કરી રહ્યાં છે, ત્યારે મહિલા કોંગ્રેસે હેલ્મેટના બદલે તપેલા પહેરી વિરોધ નોંધાવ્યો હતો.