મોડાસામાં ટ્રાફિકના નવા નિયમો વિરુદ્ધ કોંગ્રેસના ધરણા - new rules of traffic
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ મોડાસાના ચાર રસ્તા નજીક જિલ્લા કોંગ્રેસ, કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ટ્રાફિક ઉલ્લંઘન બદલ નવા દંડની જોગવાઈ વિરુદ્ધ ધરણા પ્રદર્શન યોજાયું હતું. આ ધરણાં પ્રદર્શનમાં જિલ્લા તાલુકા તેમજ મોડાસા નગરના કોંગ્રેસના અગ્રણીઓ જોડાયા હતાં. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા. ટ્રાફિકથી ધમધમતા એવા મોડાસા ચાર રસ્તા ઉપર ધરણા પ્રદર્શન યોજાતા વાહન વ્યવહાર થોડાક સમય માટે ખોરવાયો હતો. જો કે, પોલીસે તમામ પ્રદર્શનકારીઓને રસ્તા ઉપરથી ઉઠાવ્યા હતા.