રાજકોટમાં કોંગ્રેસે કર્યાં ધરણાં, પોલીસે 50થી વધુ કાર્યકરોની કરી અટકાયત - protest during corona period
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ શુક્રવારે શહેરના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે કોંગ્રેસે કૃષિ બિલ અને શિક્ષણ ફીને લઇને ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં અંદાજે 50થી વધુ કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમ સાંજે 5 કલાક સુધી શરૂ રાખવાનો હતો, પરંતુ ધરણાં કાર્યક્રમ શરૂ થતાની સાથે જ પોલીસે કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા અને વિપક્ષ નેતા વશરામ સાગઠિયા પણ હાજર રહ્યા હતા.