AIMIM અને આપ પાર્ટી મુદ્દે કોંગ્રેસની પ્રતિક્રયા - AAP party issue
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, AIMIM પાર્ટી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે થઈને B ટીમ તરીકે કાર્યરત થઇ છે. જ્યારે ઓવૈસીની પાર્ટી કોઈપણ શહેર અથવા રાજ્યમાં જાય છે, તો તે તમામ જગ્યા પર ભારતીય જનતા પાર્ટીને મદદરૂપ થતી હોય તેવું સાબિત થઇ રહ્યું છે. ગુજરાતમાં પણ આ જ પ્રકારે ઓવૈસીની પાર્ટી ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવવા માટે આવી રહી છે, પરંતુ ગુજરાતની જનતા ખુબ જ હોશિયાર છે. એટલે કે આગામી દિવસોમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોઇપણ જાતનો ફરક કોંગ્રેસ પાર્ટીને પડશે નહીં તેમ કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું છે.