સુરેન્દ્રનગરમાં પાલિકા પ્રમુખના વોર્ડમાં કચરો સાફ કરીને કર્યો વિરોધ
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર: શહેરી વિસ્તારના 11 વોર્ડમાં કચરો ઉઘરાવવાની કામગીરી બંધ થતાં શહેરના અનેક વિસ્તારોમાં કચરાના ઢગ ખડકાયા છે. ત્યારે પાલિકા સત્તાધીશોની આંખ ઉઘાડવા સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે એકાએક આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. કાર્યકરોએ શહેરના આંબેડકર ચોકમાંથી ટ્રેક્ટરમાં બેસીને પાલિકા પ્રમુખના વોર્ડમાં દોડી ગયા હતા. જ્યાં પાલિકા પ્રમુખના વોર્ડમાંથી જ કચરો એકઠો કરીને ટ્રેક્ટરમાં ઠાલવ્યો હતો. બાદમાં કચરા ભરેલ ટ્રેકટર સાથે આગેવાનો પાલિકા કચેરીએ દોડી જતા પોલીસે આગેવાનોને પાલિકાના દરવાજા ઉપર જ અટકાવી દીધા હતા. આથી કાર્યકરોએ પાલિકાના દરવાજા પાસે નીચે બેસી જઈને વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ પાલિકાના ચીફ ઓફિસરને રૂબરૂ મળીને શહેરમાં ફેલાતી ગંદકી બાબતે વાકેફ કર્યા હતા.