રાજકોટ કોંગ્રેસનો અનોખો વિરોધ, તૂટેલા રસ્તા માટે પેવિંગ બ્લોકનું કર્યું વિતરણ - રાજકોટ
🎬 Watch Now: Feature Video
રાજકોટ: શહેર કોંગ્રેસ દ્વારા મંગળવારે શહેરના સોરઠીયા વાડી સર્કલ પાસે અનોખું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં શહેર કોંગ્રેસે અલગ અલગ વોર્ડમાં પેવિંગ બ્લોકનું વિતરણ કર્યું હતું. આ પેવિંગ બ્લોક શહેરમાં જે તે રસ્તાઓ તૂટેલા હોય ત્યાં લગાડવામાં આવશે. ભારે વરસાદ બાદ રાજકોટમાં રોડ રસ્તાઓની હાલત બિસ્માર બની છે, ત્યારે શહેરીજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જેના વિરોધના ભાગરૂપે રાજકોટ કોંગ્રેસ દ્વારા શહેર પ્રમુખ અશોક ડાંગરની આગેવાનીમાં આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.