સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલની કોંગ્રેસના ધારાસભ્યો સહિતના અન્ય આગેવાનોએ મુલાકાત લીધી - congress news
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર: શહેરની મુખ્ય સરકારી ગાંધી હોસ્પિટલની કોંગ્રેસના ધારાસભ્યો સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી. સરકારી કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને આપવામાં આવતી સારવાર, પુરતા બેડ, ઓક્સિજન સિલિન્ડર, રેમડેસીવીર ઈજેક્શન, ડોક્ટર, સ્ટાફ સહિતની બાબતોની સમિક્ષા કરી હતી. રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તેમજ આરોગ્ય તંત્ર પર કોરોના દર્દીઓની સારવાર અને સુવિધાઓ મામલે આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યો ઋત્વિક મકવાણા, નૌશાદ સોલંકી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.