Congress MLA એ જાતિના દાખલા બાબતે કરેલા ધરણાનો આવ્યો અંત - Tribal Certificate
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13662387-thumbnail-3x2-mla.jpg)
સુરત જિલ્લાના માંડવી ખાતે સુરત જિલ્લા કોંગ્રેસે ( Surat Congress) ધરણા પ્રદર્શન કર્યું હતું. સાચા આદિવાસીઓને જાતિના દાખલા ( Tribal Certificate ) મેળવવા સરળતા આપવા સરકાર પાસે માગ કરી હતી. વહીવટીતંત્ર દ્વારા પ્રશ્નો નિવારણ કરવા ખાતરી અપાતાં બે દિવસના ધરણાનો અંત આવ્યો હતો. માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીની (Congress MLA Anand Chaudhari ) આગેવાનીમાં મામલતદાર કચેરીના પટાંગણમાં ધરણા પ્રદર્શન ( Congress Protest ) કર્યું હતું. આનંદ ચૌધરીએ પદ્ધતિ મુજબ દાખલાઓ આપવામાં આવે તેવી માગ કરી હતીસતત બે દિવસથી સતત ધરણા કાર્યક્રમ બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને માંડવી મામલતદારે મધ્યસ્થી કરી અને તમામ પ્રશ્નોનું નિવારણ થાય અને અને લોકોને પડતી હાલાકી દૂર કરવા બાંહેધરી આપી હતી.