ભારતમાં નેગેટીવ પોલિટિક્સ ચાલી રહ્યું છે ત્યારે ગાંધી વિચાર યુવાનોમાં રોપવા ખાસ જરૂર : હાર્દિક પટેલ - અર્જુન મોઢવાડિયા
🎬 Watch Now: Feature Video
પોરબંદર : કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ કિર્તીમંદિરની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે જણાવ્યું કે, ભારતમાં નેગેટિવ પોલિટિક્સનો દોર ચાલી રહ્યો છે. ત્યારે યુવાનોમાં પોઝિટિવ વિચાર પ્રસરાવવા માટે ગાંધીજીના વિચારોની ખાસ જરૂર છે. તે માટે સરકારે ગાંધી યુનિવર્સિટી સહિત તેના પુસ્તકો અને અભ્યાસક્રમોમાં ક્રાંતિ લાવવા તથા ગાંધીજીના વિચારોનું યુવાનોમાં સિંચન કરવું ખાસ જરૂરી છે. ત્યાર બાદ તેમણે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાની સાથે પણ મુલાકાત કરી હતી.