લુણાવાડા પાલિકાની ચૂંટણીમાં NCP અને કોંગ્રેસનો વિજય - bindraben shukla wins lunavada elections
🎬 Watch Now: Feature Video
મહીસાગર: કોરોના સંક્રમણ વચ્ચે લુણાવાડા નગરપાલિકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટેની ચૂંટણીનું મતદાન મંગળવારે યોજવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકાના તમામ સભ્યોએ હાજર રહી કોવિડ ગાઈડલાઇન્સ મુજબ મતદાન કર્યું હતું. મતદાનના અંતે NCPના પાલિકા સભ્ય બ્રિન્દાબેન શુક્લને 19 મત મળતા તેમને પ્રમુખ પદ માટે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને કોંગ્રેસના મીનાબેન રાકેશકુમાર પંડ્યાને 19 મત મળતા તેમને પણ ઉપપ્રમુખપદે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપના ત્રણ સભ્યોએ પક્ષમાં બળવો કરીને NCPના પ્રમુખ અને કોંગ્રેસના ઉપપ્રમુખને ટેકો જાહેર કર્યો હતો.