ગોંડલ નેશનલ હાઇવે પર કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા અને ટોલ કર્મી વચ્ચે બબાલ - બબાલ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ગોંડલ નેશનલ હાઇવે ભરૂડી ટોલ ટેક્સ પર કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયા અને ટોલ કર્મચારીઓ વચ્ચે બબાલ થઇ હતી. આજે સવારે 10 વાગ્યાની આસપાસ રાજકોટથી ગોંડલ તરફ જતી વખતે ટ્રાફિકમાં ગાડી ફસાઈ જતા ટોલ કર્મચારી સાથે બબાલ સર્જાઈ હતી. વાહનોની લાંબી કતારો જામી હતી ટોલનાકાના જવાબદાર અધિકારીઓના જણાવ્યા મુજબ, ગવર્મેન્ટના નિયમ પ્રમાણે કેશ લાઇન એક જ રાખવાની છે અને બાકીની બધી ફાસ્ટટેગ રાખવામાં આવી છે. ફાસ્ટટેગના કારણે ટ્રાફિકજામ થયો હતો ત્યારે કેબિનેટ પ્રધાનની ગાડી ટ્રાફિકમાં ફસાતા ટોલ કર્મચારી સાથે બબાલ થઈ હતી. ટોલ અધિકારીના જણાવ્યા અનુસાર જ્યારે આ બબાલ સર્જાઈ હતી ત્યારે આશરે 400 જેટલી ગાડીઓ ફ્રીમાં ચાલી ગઈ હતી.