CM રૂપાણીના પરિવારે રાજકોટમાં કન્યા પૂજનમાં ભાગ લીધો - Vijay Rupani News
🎬 Watch Now: Feature Video

રાજકોટઃ આજે નવરાત્રીનું નવમું નોરતું છે. ત્યારે નવમા નોરતે કન્યાનું પૂજન થતું હોય છે. દેશભરમાં ઠેર ઠેર આજે નાની બાળાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. જેને લઈને રાજકોટમાં મુખ્યપ્રધાન રૂપાણીના ધર્મપત્ની અંજલી રૂપાણીએ પણ કન્યા પૂજન કર્યું હતું. અંજલી રૂપાણીએ શહેરના તુલસી બાગ આંગણવાડી ખાતે કન્યાઓનું પૂજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે દેશમાં કન્યા બચાઓ અને કેળવણી માટે સરકાર દ્વારા અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ ભાજપના હોદેદારો સ્થાનિક કોર્પોરેટરો સહિતના મોટાભાગના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.