કેશોદના પાડોદર ગામે વિવાદીત ખેતરોના પાળા હટાવવાની કામગીરી શરૂ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ જિલ્લાના કેશોદના પાડોદર ગામે વિવાદીત ખેતરોના પાળા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખેડૂતોએ પોતાના ખેતરોમાં કરેલા પાળા તંત્ર દ્વારા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેશોદના પાળોદરથી મઢડાના રસ્તે તથા બામણાસાના રસ્તે પાળા હટાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ખેડૂતોએ જાત મહેનત કરી આશરે 60થી 70 જેટલા પાળા હટાવ્યા હતા. આજે ત્રીસ જેટલા ખેડૂતોના ખેતરોમાં પાળા હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. તંત્રએ ત્રણ જેસીબી મશીન દ્વારા પાળા હટાવ્યા છે. આ કામગીરીમાં ડે.કલેક્ટર DySp, PI, બે PSI સહીતના સ્ટાફની ઉપસ્થિતિમાં પાળા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.