ભાવનગરમાં છઠ્ઠ પૂજાનું આયોજન કરાયું - bhavnagar latest news
🎬 Watch Now: Feature Video
ભાવનગર: શહેરમાં છઠ્ઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના બોરતળાવ ખાતે મોટી સંખ્યામાં પરપ્રાંતીય મહિલાઓ અને તેમના પરિવાર મોટી સંખ્યાંમાં પહોંચ્યા હતાં. બોરતળાવમાં મહિલાઓ, ફૂલ, ફળ, સહિત વિધિવત પૂજા પાઠના સામાન સાથે ઢળતી સંધ્યાએ સુર્યની પૂજા કરીને છઠ્ઠ પૂજા કરી હતી. જેમાં આશરે બે હજાર જેટલી મહિલાઓ આ પૂજા પાઠમાં જોડાઈ હતી. ભગવાન સુર્યની ઢળતી સંધ્યાએ થતી પૂજા અર્ચનનું મહત્વ અન્ય હિન્દી ભાષી રાજ્યોમાં વધુ છે. ભાવનગરમાં રહેતા પરપ્રાંતીય પરિવારો પણ દર વર્ષે બોરતળાવ ખાતે પૂજાનું આયોજન કરે છે અને મોટી સંખ્યામાં મહિલાઓ તેની પૂજા કરીને ધન્યતા અનુભવે છે.