વડોદરા આરોગ્ય વિભાગનું ફરસાણની દુકાન અને રેસ્ટોરન્ટ પર ચેકિંગ - latest Health Department news
🎬 Watch Now: Feature Video
વડોદરા: શહેરમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણની દુકાનોમાં તેલની ગુણવત્તા અને તેમાં બનાવવામાં આવતા ખાધ પ્રદાથોનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આરોગ્યને ધ્યાનમાં રાખી 25 ડેન્સીટીથી વધુ ડેન્સીટી ધરાવતા તેલના જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે ફરસાણ બનાવવામાં આવતા તેલની ગુણવત્તા ટેસ્ટોમીટર મશીનથી કરવામાં આવી હતી. શહેરમાં રાધીકા રેસ્ટોરન્ટ, મદ્રાસ કાફૈ સહિતની હોટલોમાં પણ તપાસ કરવામાં આવી હતી. તેમજ ફરસાણ બનાવતા વેપારીઓ, લારી અને દુકાનધારકોને એક ના એક તેલમાં વાનગીઓ ન બનાવવા સૂચના પણ આપવામાં આવી હતી.