અમરેલી જિલ્લાનું ચાવંડ ચેકપોસ્ટ ફરી શરૂ થશે, કોરોના પોઝિટિવ કેસ વધતા તંત્રએ લીધો નિર્ણય - ગુજરાત કોરોના અપડેટ
🎬 Watch Now: Feature Video
અમરેલીઃ જિલ્લામાં છેલ્લા 1 મહિનાથી કોરોના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ કેસ ખાસ કરીને સુરત અને અમદાવાદથી આવતા પ્રવાસીઓના સંક્રમણને કારણે થયો હોવાનું જણાઇ રહ્યું છે. ત્યારે અમરેલી વહીવટીતંત્રએ આવતીકાલ બુધવારે ચાવંડ ચેકપોસ્ટ શરૂ કરવાનું કરવાનો નિર્ણય કર્યો છે. જિલ્લામાં તારીખ 13 મેના રોજ પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો અને જૂન મહિનો શરૂ થતાં જ આ કેસમાં સતત વધારો થયો છે. જુલાઈ મહિનાના આજ સુધીમાં આ કોરોના પોઝિટિવ કેસનો આંકડો આશરે 200ની આસપાસ પહોંચ્યો છે. ત્યારે અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તારીખ 15 જુલાઈથી ચાવંડ ચેકપોસ્ટ શરૂ કરવામાં આવશે. આ ચેકપોસ્ટ પર આવનારા સુરત અમદાવાદના તમામ પ્રવાસીઓની ત્યાં જ ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી બાદ શંકાસ્પદ હોય તો તેને સીધા જ કોવિડ હોસ્પિટલ લઈ જવામાં આવશે. જેના કારણે સંક્રમણ પણ અટકાવી શકાય અને સમયસર સારવાર મળે તો દર્દીને મૃત્યુમાંથી બચાવી શકાય. જેની માહિતી જિલ્લા કલેક્ટરે આજે પત્રકાર પરિષદ યોજીને આપી હતી.