દ્વારકા મંદિરમાં વસંતપંચમીના દિવસે દર્શન સમયમાં ફેરફાર - યાત્રાધામ દ્વારકા
🎬 Watch Now: Feature Video
યાત્રાધામ દ્વારકા દ્વારકાધીશ જગતમંદિરે (Dwarka Dwarkadhish Temple )આગામી 5/02/2022 શનિવારના રોજ મહા સુદ 05(પાંચમ)ના દિવસે વસંતપંચમી હોવાથી શ્રીજીના દર્શના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સવારે શ્રીજીના દર્શનનો કાર્યક્રમ નિત્યક્રમ મુજબ, ઉત્સવ આરતી બપોરે 1:30 કલાકે તેમજ ઉત્સવ (Pilgrimage Dwarka )દર્શન બપોરે 1:30 થી 2:30 કલાક સુધી થશે. શ્રીજીના દર્શન બપોરે 2:30 થી 5:00 વાગ્યા સુધી અનોસર બંધ રહેશે. તેમજ સાંજનો દર્શન કાર્યક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. તેમજ સર્વે દર્શનાર્થીઓએ સરકારની કોવિડ 19ની ગાઈડલાઈનનુ ચુસ્તપણે પાલન કરવાનું વહીવટદાર કચેરી દ્વારકાધીશ મંદિર દ્વારા જણાવવામાં આવ્યું છે.