શૈક્ષણિક નગરી વિસનગરમાં 69 કિલોની કેક કાપી PMના જન્મદિનની ઉજવણી - સાંકળચંદ પટેલ યુનિવર્સિટી
🎬 Watch Now: Feature Video
મહેસાણા: જિલ્લામાં ઠેર-ઠેર વડાપ્રધાન મોદીના 69માં જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીના ઉચ્ચ શિક્ષણની શિક્ષણ ભૂમિ એવી શૈક્ષણિક નગરી વિસનગરમાં પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાનને ધ્યાનમાં રાખીને જનજાગૃતિ રેલી યોજાઈ હતી, જેને લીલી ઝંડી આપતા મહેસાણા સાંસદ અને જિલ્લા કલેકટર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને અન્ય સંસ્થાના સહયોગથી વડાપ્રધાન મોદીના 69માં જન્મ દિવસની ઉજવણી કરતા નૂતન હાઈસ્કૂલ ખાતે 69 કિલોની કેક સાંસદના હસ્તે કપાવી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જળ બચાવો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે સંકલ્પ કરવી કોટન બેગોનું વિતરણ કરવામાં આવ્યું હતું, તો આ સાથે જ નૂતન મેડિકલ હોસ્પિટલમાં ચેરમેન પ્રકાશ પટેલ દ્વારા કોઈ પણ મહિલા દીકરીને જન્મ આપે તેનો ડિલિવરી ખર્ચ નિઃશુલ્ક કરવામાં આવશે.