મોરબી લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી - womwn's day news
🎬 Watch Now: Feature Video
મોરબી: તા. 8 માર્ચ "વિશ્વ સાક્ષરતા દિવસ " તથા " આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ" નાં અનુસંધાને મોરબી આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા એક દિવસીય હસ્તકલા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં "નારી એક સર્જન શક્તિ છે અને કરૂણા ની સરીતા છે", બેટી બચાઓ, બેટી પઢાઓનાં સૂત્ર સાથે વર્કશોપમાં મહિલાઓએ ભાગ લઈને પોતાના રહેલ શક્તિને હસ્તકલા રૂપે પ્રદર્શન કર્યું હતું અને નાની દીકરીઓએ હસ્તકલા વર્કશોપમાં માટી, પેપર, અલગ અલગ ક્રાફ્ટ દ્વારા વસ્તુ બનાવી હતી જેથી દર્શકો તે જોઇને મંત્રમુગ્ધ થયા હતા.