દેશભરમાં 87માં એરફોર્સ દિવસની ઉજવણી, SWAC દ્વારા સાઇકલ યાત્રાનું આયોજન - સ્ટેચ્યુ ઓફ યુનિટી ન્યૂઝ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 7, 2019, 9:48 PM IST

વડોદરાઃ સમગ્ર દેશમાં એરફોર્સ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે 87માં એરફોર્સ દિવસ નિમિત્તે SWAC દ્વારા સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં 50થી વધુ એરફોર્સના કર્મચારીઓ જોડાયા હતા. સોમવારે સવારે ગાંધીનગર સ્વાકના મુખ્યાલયથી નીકળેલી સાયકલ યાત્રા વડોદરાના દરજીપુરા સ્થિત કાર્યાલય ખાતે પહોંચી હતી. આ યાત્રાનું 'ફિટ ઇન્ડિયા મુવમેન્ટ'ના સંદેશાનો પ્રચાર અને પ્રસાર કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. જે કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યોજાશે. આ ટીમમાં SWACના કાર્યક્ષેત્રમાં સામેલ વિવિધ એરબેઝમાંથી આશરે 55 અધિકારીઓ પણ સામેલ હતા. આ સમગ્ર ટીમનું નેતૃત્વ એર માર્શલ બી.આર. ક્રિષ્ના, સીનિયર એર સ્ટાફ ઓફસર કરી રહ્યા હતા. આ ટીમમાં 25થી 57 વર્ષની વિવિધ વય જૂથના એર વોરિયર્સ, વિમેન ઓફિસર્સ અને ટીમના પરિવારના સભ્યો પણ સામેલ થયા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.