પોરબંદરમાં વિશ્વ વસતી દિવસ નિમિત્તે રેલી યોજાઈ - ARBAN HELTH CENTER
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ શહેરમાં ગુરુવારે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત પોરબંદર આરોગ્ય વિભાગ દ્વારા સવારે 9:30 કલાકે જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. જેમાં આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ પોસ્ટરો લઈને શહેરની જિલ્લા પંચાયતથી બાલુબા કન્યા વિદ્યાલય ભાવસિંહજી હોસ્પિટલ અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી પરત જિલ્લા પંચાયત સુધી પહોંચી હતી. આ રેલીમાં આશા બહેનો, અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ સહિત આરોગ્ય કર્મચારીઓ જોડાયા હતા.