દીવમાં જન્માષ્ટમીને લઈને મથુરા જેવો માહોલ - દીવ ન્યુઝ
🎬 Watch Now: Feature Video
દીવ: સંઘ પ્રદેશ દીવના વણાંકબારામાં જન્માષ્ટમીને લઇને સ્થાનિક લોકો દ્રારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. મહાકાલેશ્વર મંદિરના પ્રાંગણમાં એનિમેશનના માધ્યમ દ્રારા આબેહૂબ મથુરા જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. દર વર્ષેની જેમ આ વર્ષે પણ સંયુક્ત કોળી સમાજ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વણાંકબારાના લોકો દ્રારા બહોળી સંખ્યામાં ભાગ લઈને મથુરા, વૃંદાવન તેમજ ગોકુળમાં જે રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે દીવમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તે નિમિત્તે પાલખીયાત્રા, મહાઆરતી, ડાયરો, સંતવાણી વગેરેનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.