મહેસાણામાં CCTV કેમેરાને નડયો અકસ્માત.!
🎬 Watch Now: Feature Video
મહેસાણાઃ શહેર ટ્રાફિકથી ધસમસતું શહેર છે જ્યાં રોજિંદા હજ્જારો નાના મોટા વાહનોનું પરિવહન જોવા મળતું હોય છે. જેને પગલે ટ્રાફિક નિયમન અને સલામતી સુરક્ષાના પણ અનેક પ્રશ્નો થતા હોવાને કારણે, શહેરના તમામ ચાર રસ્તે અને જાહેર માર્ગો પર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. જો કે, મોટાભાગના વિસ્તારોમાં લાગેલા કેમેરા લોકાર્પણ વિના સેવા વિલંબમાં વર્તાઈ રહ્યા છે. ત્યારે મહેસાણા નુંગર બાયપાસ હાઇવે સર્કલ પર લગાવેલ CCTV કેમેરાની રેક સાથે આઈવા ડમ્પર ટ્રકની હાઇડ્રોલીક કરેલી ટ્રોલી અથડાતા અકસ્માત સર્જાયો છે. જેમાં CCTV કેમેરાની રેક સહિતના સાધનોને નુકશાન થયું છે. ઘટના જોવા એકઠા થયેલા લોકો માટે હાસ્યસ્પદ દ્રશ્ય સર્જાયું હતું કે, એક તરફ ટ્રાફિક નિયમન ભંગ કરનાર માટે CCTV લગાવેલ છે ત્યાં ટ્રકે CCTV કેમેરાનો જ ભોગ લઈ લીધો છે. નવાઈની વાતો તો એ છે કે, આખરે રસ્તા પર જતી ટ્રકની ટ્રોલીનું હાઇડ્રોલીક ઉપર કેવી રીતે રહી ગયું હશે, શું ડ્રાઈવરની ભૂલ કે પછી CCTV વાહન ચાલકોના નિશાને..?