ખેડામાં કાર કેનાલમાં ખાબકતા એકનું મોત, એકનો બચાવ - કાર કેનાલમાં ડુબી
🎬 Watch Now: Feature Video
ખેડાઃ કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામ પાસે આજે બપોરે રોડ પરથી પસાર થઈ રહેલી એક કાર અચાનક કેનાલમાં ખાબકી હતી. કેનાલ બે કાંઠે હોઈ કાર ડૂબી ગઈ હતી. કારમાં સવાર બંને વ્યક્તિ પણ કેનાલના પાણીમાં ડૂબી ગયા હતાં. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. આ અંગે જાણ કરવામાં આવતા નડિયાદ અને અમદાવાદની ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી ગાડી શોધવા રેસ્ક્યુ શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ એક વ્યક્તિને બચાવી લેવામાં આવી હતી. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજતા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. કઠલાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. કાર કેનાલ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી. કારમાં સવાર બંને વ્યક્તિઓ હિંમતનગરના હડિયોલના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણી શકાયું છે.