પોરબંદરમાં રેકડી અને કેબીન ધારકોએ કર્યો પાલિકા કચેરીનો ઘેરાવ - Cabin holders besieged the municipal office
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ નગરપાલિકા દ્વારા ગુરુવારે ચોપાટી પાસે આવેલી ચાઈનીઝ બજારની રેકડીઓને હટાવવામાં આવી હતી. 40 રેકડી અને કેબીન ધારકોની અટકાયત પણ કરવામાં આવી હતી, ત્યારે શુક્રવારે ફરી રેંકડી અને કેબીન ધારકોએ પાલિકા કચેરીનો ઘેરાવ કરાયો હતો. તેમજ જિલ્લા જન સંઘર્ષ મંચ દ્વારા પાલિકાના ઉપપ્રમુખ સરજુ કારિયા દ્વારા પોરબંદરમાં બનાવવામાં આવેલા બાંધકામની તપાસ કરી કડક પગલા ભરવા ચીફ ઓફિસરને માંગ કરી હતી. જેથી આ બાબત અંગે નોંધ લઈ ટીપી કમિશનમાં મોકલવામાં આવશે તેમ ચીફ ઓફિસર હેમંત પટેલે જણાવ્યું હતું.