CAA સમર્થનઃ રાજકોટ માર્કેટિંગ યાર્ડ બંધ, જૂઓ વીડિયો.. - પોલીસ ચૂસ્ત બંદોબસ્ત
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6045906-thumbnail-3x2-rjt.jpg)
રાજકોટઃ શહેરમાં આવતી કાલે CAAના સમર્થનમાં તિરંગાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રાજકોટની વિવિધ સંસ્થાઓ CAAના સમર્થનમાં તિરંગાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાનાર છે. જેને લઈને રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો, વેપારીઓ સહિતના કર્મચારીઓ પણ આ તિરંગાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાનાર છે. જેને લઈને એક દિવસ માર્કેટિંગ યાર્ડનું કામકાજ બંધ રાખવાનો યાર્ડના સત્તાધીશો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આવતી કાલે મુખ્યપ્રધાન રૂપાણી તિરંગાયાત્રાને ફ્લેગ ઓફ કરાવવાના છે, ત્યારે બીજી તરફ તિરંગાયાત્રા દરમિયાન કોઈ ઇચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.