ભારત બંધના એલાનનો સુરેન્દ્રનગરમાં મિશ્ર પ્રતિસાદ - બહુજન ક્રાંતિ મોરચા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5891392-thumbnail-3x2-sss.jpg)
સુરેન્દ્રનગર: ભારતભરમાં CAA અને NRCના વિરોધમાં 29 જાન્યુઆરીના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે સુરેન્દ્રનગર શહેરમાં વિવિધ રોડ રસ્તાઓ અને મુખ્ય ચોક ઉપર બહુજન ક્રાંતિ મોરચા દ્વારા ભારત બંધના બેનર લગાવવામાં આવ્યાં હતાં, ત્યારે સુરેન્દ્રનગર શહેરની મુખ્ય બજારોમાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. સુરેન્દ્રનગર શહેરમાં બંધના એલાનના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. ખાસ કરીને શહેરના ટાવર ચોક વિસ્તાર, દૂધરેજ રોડ, આંબેડકર ચોક, હેન્ડલુમ ચોક, જવાર ચોક, ટાંકી ચોક સહિતના વિસ્તારોમાં પોલીસ કર્મચારીઓ ફરજ બજાવતા જોવા મળ્યા હતાં. જ્યારે બહુજન ક્રાંતિ મોરચાના નેજા હેઠળ શહેરના આંબેડકર ચોકથી રેલી યોજીને કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જ્યાં આવેદનપત્ર પાઠવીને CAA અને NRCનો વિરોધ કરવામાં આવ્યો હતો.