લાભપાંચમના પૂજન સાથે કચ્છમાં માર્કેટયાર્ડ વેપાર-ધંધા ફરી શરૂ - કચ્છમાં વેપાર-ધંધા ફરી શરૂ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9599326-thumbnail-3x2-kutch.jpg)
કચ્છઃ લાભપાંચમના દિવસે વેપારીઓએ માર્કેટ યાર્ડમાં કાંટા પૂજન કર્યું હતું. આ સાથે જ દિવાળીની રજાઓ પછી માર્કેટ યાર્ડ ફરીથી ધમધમતા થયા હતા. લાભ પાંચમના મુહર્તના સોદા પહેલા પૂજન કરવામાં આવ્યું હતું. અંજાર ખાતે ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ વલમજી હુંબલ સહિતના અગ્રણી વેપારીઓએ પૂજન કરીને નવા વર્ષે આશાઓ સાથે ખેડૂતો, વેપારીઓ અને તમામને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ મુહર્તના સોદામાં રુપિયા 11,121 માં મગના સોદા થયા હતા. આ ઉપરાંત કપાસમાં 2000 મણની આવક સાથે શરૂઆતના પ્રથમ સોદા રુપિયા 2399 ના ભાવે થયા હતા.