ઉપલેટામાં મોજ નદીના પુલની સાઈડમાં ઉગેલાં વૃક્ષોથી પુલનું આયુષ્ય જોખમમાં
🎬 Watch Now: Feature Video
રાજકોટ :ઉપલેટામાં પ્રવેશ માટે મોજ નદીના પુલ પરથી હજારોની સંખ્યામાં વાહનો અવરજવર કરી રહ્યા છે. આ પુલ જો અકસ્માતે પડે તો વાહન ચાલકોને 5 કિમી દૂર બાયપાસ થઈને ઉપલેટામાં જવું પડે છે. મોજ નદી ઉપર વર્ષો પહેલા ગોંડલ સ્ટેટ દ્વારા આ પુલ બનાવવામાં આવ્યો હતો. જેને હજુ સુધી આંચ પણ આવી નથી પરંતુ હાલ ચોમાસાના કારણે પુલલી બંને સાઇડ 10 ફૂટ જેટલા વૃક્ષો ઉગી નીકળયા છે. વૃક્ષના થડ પુલના બાંધકામને અસર પહોંચાડી રહ્યા છે. આગામી દિવસોમાં પુલને વધુ નુકસાન અને જર્જરિત ન બને તે પૂર્વે માર્ગ-મકાનના વિભાગ દ્વારા બંને સાઇડમાં ઉગેલા વૃક્ષોને કાપી મજબૂતાઈને જાળવવામાં આવે તો હજુ પણ કેટલાક વર્ષો સુધી પુલને કોઈ નુકસાન થઈ શકે તેમ નથી.ત્યારે વહેલી તકે આ કામગીરી હાથ ધરવામાં આવે તેમ શહેરીજનો ઈચ્છી રહ્યા છે.