ગોંડલના જેતપુર રોડ પર ટ્રકની બ્રેક ફેલ થતા બાઇકને અડફેટે લઇ કિરાણાની દુકાનમાં ઘૂસ્યો - ગોંડલ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા ગોંડલના જેતપુર રોડ પર જેલ ચોક પાસે આઇસર ટ્રક GJ-04-X-6711ની બ્રેક ફેઇલ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આઇસર ટ્રકે મોટર સાયકલ GJ-03-KG-8643ને અડફેટે લીધું હતું અને શ્રી રામેશ્વર પ્રોવિઝન સ્ટોર નામની કિરાણાની દુકાનમાં ઘૂસી ગયો હતો. જેના કારણે કિરાણાની દુકાનના હાઇડ્રોલિક પડદાને નુકસાન થયું છે. સદનસીબે રવિવાર હોવાના કારણે ટ્રાફિક થોડો હળવો હતો, જેથી કોઈ જાનહાની થઇ નહોતી. આઇસર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા, જ્યારે સિટી પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી હતી.