હાલોલના તળાવમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર - હાલોલ લેટેસ્ટ ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
પંચમહાલઃ જિલ્લા સહિત પંથકમાં ગુનાખોરી વધવા પામી છે, ત્યારે બુધવારે સવારે જિલ્લાના હાલોલ નગરમાં આવેલા મુખ્ય તળાવમાં એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિકો દ્વારા તેની પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તે ઉપરાંત હાલોલ ફાયર ફાઇટરની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવને લઇને લોકોના ટોળા ઉમટ્યા હતા અને અનેક તર્ક-વિતર્કો પણ થઇ રહ્યા છે.