જાફરાબાદ દરિયામાં 'અલવિદા' બોટ પાણીમાં ગરકાવ, કોઈ જાનહાની નહિ
🎬 Watch Now: Feature Video
અમરેલી: જાફરાબાદની અલવિદા બોટ જી.જે.૧૪.એમ એમ ૧૬૫૨ નંબરની બોટ જળ માછીમાર કરીને પરત ફરી રહી હતી, ત્યારે અચાનક દરિયામાંથી મોટા મોજા ઉછળતા જાફરાબાદથી ૫૪ નોટીકલ માઈલ દુર દરિયામા બોટ ગરકાવ થઈ હતી. તેમજ બોટમાં રહેલ તમામ માલ સામાન પાણીમાં ગરકાવ થયો હતો. જેમાં સવાર તમામ ખલાસીઓને બચાવી લેવાયા હતાં. બોટની પાછળ આવતી વિશ્વાસ બોટ દ્વારા તમામ તરતા ખલાસીઓને પાણીમાંથી બચાવીને દરિયા કિનારે લઇ આવવામાં આવ્યા હતાં.