જૂનાગઢના કેશોદમાં રેમડેસીવીર ઈન્જેકશનની કાળા બજારી
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ :કોરોનાની મહામારીમાં રેમડેસીવીક ઇન્જેકશન સૌથી વધુ મહત્તવનું છે. ત્યારે અવાર-નવારઇન્જેકશનની કાળાબજારી થતી હોય છે. ત્યારે જિલ્લામાં વધુ એક જગ્યાએ રેમડેસીવીર ઈન્જેકશનની કાળા બજાર થઇ રહી છે. 889ની કિંમતના ઇન્જેક્શનની 20 હજારની કિંમત લેવામાં આવતી હતી. ત્યારે કેશોદ પોલીસ દ્વારા એક યુવકની બે ઇન્જેક્શનની સાથે ધરપકડ કરવામાં આવી છે. કેશોજના યુવક ઉવેશ રફિશ સોઢાન સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તથા ડિઝાસ્ટર એક્ટ કલમ 53 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુવક પાસેથી 2 સીસી રેમડેસીવર ઇન્જેક્શન, મોબાઇલ અને 19,800 રોકડ રકમ સાથે 26,598નો મુદ્દમાલ કબ્જે કરવામાં આવ્યો છે.