વાઘોડિયા તાલુકા રેસ્ટ હાઉસ ખાતે તાલુકા ભાજપ કાર્યકરોની મિટીંગ યોજાઇ - વાઘોડિયા મંડળના હોદ્દેદારો નિમાયા
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા વાઘોડિયા તાલુકા મંડળના નવનિયુક્ત હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીમાં વાઘોડિયાના 13 નવા હોદ્દેદારોની વરણી થતાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વાઘોડિયાના સામાજિક કાર્યકર એવા તેમ જ વાઘોડિયા ગ્રામ પંચાયતના માજી ડેપ્યુટી સરપંચ કુંદન પટેલની સાથે 6 લોકોની વાઘોડિયા તાલુકા ભાજપ ઉપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. તેમજ 6 લોકોની મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી. તેમજ એક કોષા અધ્યક્ષતરીકે કલ્પેશભાઈ પટેલની વરણી કરાઈ હતી.